ગોવાની હાલત કેરળ જેવી ભયંકર થવાની ચેતવણી : પર્યાવરણવાદી માધવ ગાડગિલે

0
33

પણજી,તા.૨૦
પર્યાવરણવાદી માધવ ગાડગિલે ચેતવણી આપી હતી કે ગોવામાં પર્યાવરણની જાળવણી નહિ કરાય તો પૂરગ્રસ્ત કેરળ જેવી સ્થિતિ ગોવામાં પણ સર્જાઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની જેમ ગોવામાં પણ લાલચ અને અમર્યાદિત નફા માટે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણવાદી માધવ ગાડગિલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રચેલા જસ્ટિસ એમ. બી. શાહ પંચના અંદાજ મુજબ ગોવામાં ગેરકાયદે ખાણકામ દ્વારા અબજા રૂપિયાનો નફો મેળવાય છે.
તેમણે જણાવ્યું હતું કે પથ્થરની ખાણમાં બહુ જ ઓછું રોકાણ કરીને મોટો નફો મેળવી શકાય છે અને તેથી ખાણકામની ગેરકાયદે પ્રવૃત્તિ વધી રહી છે. ગાડગિલે આયર્ન આૅર કંપનીઓના ૨૦૧૧ના એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપાટ્‌ર્સના આધારે ગોવાના પર્યાવરણનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આયર્ન આૅર કંપનીઓએ પોતાના એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપાટ્‌ર્સમાં ઘણી ખોટી માહિતી આપી હતી.
ગાડગિલે સરકાર દ્વારા રચાયેલી વેસ્ટર્ન ઘાટ્‌સ ઇકાલાજી એક્સ્પર્ટ પેનલનું નેતૃત્વ કર્યું હતું.
પર્યાવરણવાદીઓની આ સમિતિએ ૨૦૧૧માં રજૂ કરેલા અહેવાલમાં કેરળના અનેક વિસ્તારમાં પર્યાવરણને કરાઇ રહેલા નુકસાન સામે ચેતવણી આપી હતી.
આ ઉપરાંત, સમિતિએ ખાણકામ અને ઘાટ પરના પથ્થરો તોડવાની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા પણ સૂચના આપી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY