આગામી ચાર વર્ષમાં શરૂ થઇ જશે 5G સેવા,ન્યૂ ટેલિકોમ પોલિસીને મળી મંજૂરી
ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્રીય કેબિનેટે બુધવારે ન્યૂ ટેલિકોમ પોલિસી (નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન્સ પોલિસી ૨૦૧૮ અથવા NDCP)ને મંજૂરી આપી દીધી છે. ન્યૂ ટેલિકોમ પોલિસી અંતર્ગત દેશમાં 5G સેવા આગામી વર્ષ ૨૦૨૨ સુધી શરૂ થઇ જશે. પોલિસી લાગુ થયાના વર્ષ ૨૦૨૨ સુધી ટેલિકોમ સેક્ટરમાં ૪૦ લાખ નવી નોકરીઓ મળશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન પોલિસી ૨૦૧૮નો ડ્રાફ્ટ ઇશ્યૂ કર્યો હતો. નેશનલ ડિઝિટલ કમ્યુનિકેશન્સ પોલીસ ૨૦૧૮માં દરેકને ૫૦MBPS સ્પીડની સાથે બ્રોડબેન્ડ સેવા પહોંચાડવાનો ટાર્ગેટ છે.
કેન્દ્ર સરકાર ન્યૂ ટેકિકોમ પોલિસીથી દેશમાં જીડીપીમાં સેક્ટરની ભાગીદારી વધારીને ૮ ટકા કરવા માંગે છે. ૨૦૧૭માં ટેલિકોમ સેક્ટરની જીડીપીમાં છ ટકા ભાગીદારી હતી. ન્યૂ ટેલિકોમ પોલિસીથી ૧૦૦ અરબ ડોલરનું રોકાણ આકર્ષિત કરવાનું લક્ષ્ય છે. ન્યૂ ટેલિકોમ પોલિસીને આ વર્ષે જુલાઇમાં ટેલિકોમ કમિશને મંજૂરી આપી દીધી છે.
સરકાર ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના આઇસીટી ડેવલોપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતને ટોપ ૫૦ દેશોમાં લાવવા માંગે છે. પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે એનડીસીપી 5G અને ઓપ્ટિકલ ફાઇબર જેવી મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગથી વ્યાજબી ભાવ ઉપર દેશભરમાં હાઇસ્પીડ વાળું બ્રોડબેન્ડની પહોંચ વધારવા ઉપર ફોકસ છે.
કેન્દ્રીય કેબિનેટે સુગર ઇન્ડસ્ટ્રીઝ માટે રૂપિયા ૫,૫૩૮ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ઉપરાંત પોલિસી હેઠળ સુગર મિલોને ટ્રાન્સપોર્ટ, હેન્ડલિંગ વગેરે ખર્ચ માટે ખાસકરીને નિકાસમાં વિશેષ મદદ આપશે. કેબિનેટ બેઠકમાં ખાંડ એકસપોર્ટ પર આશરે ૪૫૦૦ કરોડ રૂપિયાની સબ્સિડી મંજૂર કરી દેવાઇ.
૫૦ લાખ ટન ખાંડ એક્સપોર્ટ પર સબ્સિડી અપાશે. ૧૩.૮૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ શેરડીના હિસાબે આ સબ્સિડી અપાશે. સાથે જ એક હજારથી ત્રણ હજાર રૂપિયા પ્રતિ ટનના ટ્રાન્સપોર્ટ અને અન્ય સબ્સિડી અપાશે. બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે ૪૦૦૦ કરોડની લોન આપવાનો નિર્ણય કર્યો. આ અહેવાલ બાદ શેરબજારમાં સુગર મિલોના શેર્સમાં નફાખોરી જાવા મળી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





