
વડી અદાલતે ટીકાકારોનો વિરોધ અયોગ્ય ઠેરવ્યો
ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટ દ્વારા આધારની યોગ્યતાને યથાવત રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કરતા તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. કેન્દ્રએ કહ્યું છે કે, વડી અદાલતે ટેક્નોલોજીના મહત્વને પારખી એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેની ટીકાકારોનો વિરોધ અયોગ્ય છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, આધારના કારણે દેશના ૯૦ હજાર કરોડ રૂપિયા બચે છે.
સાથે આ મામલે સરકારે કોંગ્રેસ પર ટોણો મારતા કહ્યું હતું કે, આ યોજનાને લાવનારાઓને એ ખબર નહોતી કે તેમાં આગળ શું કરવાનું છે.
નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આ નિર્ણય ખરેખર ઐતિહાસિક છે. જૂડિશિયલ રિવ્યૂ બાદ તેને સ્વિકારવામાં આવ્યો છે. આજે દેશના ૧૨૨ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. જેના કારણે દેશના ૯૦ હજાર કરોડ રૂપિયા બચી રહ્યાં છે. કોઈ સરકારી યોજનાઓનો બનાવટી કે ખોટા લોકો લાભ લઈ શકતા નથી.
કોંગ્રેસને જબ્બર ટોણોં મારતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આ નિર્ણયથી ચિંતિત છે. આ આઈડિયા લઈને કોંગ્રેસ આવી પણ તેને એ ખબર જ નહોતી કે આગળ કરવાનું છે શું. કોંગ્રેસ આધારની સૌથી મોટી વિરોધી પણ છે. કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલે ખાનગી કંપનીઓને આધારનો ડેટા શેર કરવાને તેની વિશ્વસનિયતા પર ઉભા કરેલા સવાલનો જવાબ આપતા જેટલીએ કહ્યું છે કે, તેમની પાસે સિબ્બલના રાજનૈતિક ઈરાદાઓ ધરાવતા પ્રશ્નોનો જવાબ નથી. આધારનો ડેટા તદ્દન સુરક્ષિત છે.
નાણાંમંત્રીએ કહ્યું હતું કે, આધાર ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની રીત છે. જો ટેક્નોલોજીનો ઉપયોગ નહીં થાય તો સમસ્યાઓ પેદા થશે. સુપ્રીમે આધારના નાણાંકિય બિલ તરીકે પસાર થવાને લઈને પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જેટલીએ કહ્યું હતું કે, કેટલાક લોકોનું કામ જ વિરોધ કરવાનું છે. સરકાર ગવર્નેંસ માટે સારો વિચાર લઈને આવી છે. આનાથી લોકોને જ તેનો લાભ મળશે. આધાર માટે નાણાંમંત્રીએ નંદન નીલેકાણી અને અજય ભૂષણ પાંડેયના વખાણ કરતા કહ્યું હતું કે આ બંને વ્યક્તિના પ્રયાસથી આધાર આગળ વધી શક્યું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




