લેખક સુહેલ સેઠ પર ૪ મહિલાઓનો આરોપ, મોકલ્યાં હતા અશ્લીલ મેસેજ

0
23

મુંબઈ,તા.૧૧
MeToo કેમ્પેન અંતર્ગત દેશમાં રોજબરોજ નવી નવી હસ્તિઓના નામ ખુલી રહ્યાં છે. ત્યારે આ યાદીમાં પ્રખ્યાત લેખક સુહેલ સેઠનું નામ પણ સામે આવ્યું છે. સુહેલ સેઠ પર ૪ મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. જેમાં એક યુવતીએ તો કહ્યું કે તે જ્યારે સગીર વયની હતી ત્યારે તેની સાથે ખરાબ વ્યવહાર થયો છે. જ્યારે બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જા કે સુહેલ સેઠે આ તમામ આરોપોને નિરાધાર અને ખોટા ગણાવ્યાં છે. એક મીડિયા રિપોર્ટ મુજબ અનિશા શર્મા નામની એક યુવતીએ વ્હોટ્‌સએપના મેસેજનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શોટની નીચે લખ્યું છે કે સુહેલ સેઠે કોઈ ૧૭ વર્ષીય યુવતીને સાથે શરાબ પીવાની ઓફર કરી હતી.
અનિશા શર્માના દાવા મુજબ ૧૭ વર્ષની ઉંમરે તે હતી અને ટ્વિટર પર સુહેલ સેઠને ફોલો કરતી હતી. એક દિવસ સુહેલે લેન્ડ એન્ડની કોફી શોપમાં જાયા હતા. જે બાદ અનિશાએ સુહેલને એવું કહેવા માટે ટ્‌વીટ કર્યું કે તેને કોફી શોપમાં જાઈ હતી. અનિશાએ પોતાને સુહેલની મોટી ફેન હોવાની વાત પણ લખી. તેનો જવાબ આપતાં સુહેલ સેઠે એક ડાયરેક્ટ મેસેજ કરીને લખ્યું કે મારે સામે આવવું જાઈતું હતું. જેમાં તેને તેની સાથે જ એક રૂમમાં શરાબ પીવાની ઓફર આપી હતી. આટલું જ નહીં મેસેજના અંતેમાં સુહેલે ‘big wilde kiss’ એવું પણ લખ્યું, જેને જાઈને તે ડરી ગઈ અને મેસેજનો કોઈ જ જવાબ આપ્યો ન હતો. આ ઘટના પછી અનિશાએ સુહેલ સેઠને બ્લોક કરી દીધો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY