અસ્વચ્છ ખારીકટ કેનાલથી મસીનો ઉપદ્રવ વધતાં લોકો ત્રાહિમામ્‌

0
28

અમદાવાદ,તા.૧૧
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-ર૦૧૮ હેઠળ શહેરમાં ર૧ કિ.મી. લંબાઇ ધરાવતી ખારીકટ કેનાલની સ્વચ્છતા હાથ ધરાઇ હતી. જે હેઠળ ગત તા.૧ મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસથી સમગ્ર મે મહિનામાં જેસીબી મશીન, ડમ્પ, ટ્રેક્ટર વગેરેની મદદથી ૩૮,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો ઉપાડાયો હતો. ત્યારબાદ સત્તાધીશો ખારીકટ કેનાલને ભૂલી જતાં હવે આ કેનાલ ફરીથી કચરા તેમજ કેમિકલયુક્ત પાણીની ઊભરાઇ રહી છે, જેના કારણે મસીનો ઉપદ્રવ થતાં લોકો તોબા પોકારી ઊઠ્યા છે.
તંત્ર દ્વારા ખારીકટ કેનાલની સફાઇ કામગીરી હેઠળ નરોડાના રાજીવપાર્ક, આદિશ્વરનગર, વિરાટનગર ચાર રસ્તા, નિકોલ, ઓઢવ, રાજેન્દ્રપાર્ક વગેરે સ્થળોએ જેસીબી, ડમ્પર્સ, ટ્રેકટર્સ વગેરે દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સ્થાનિક લોકો તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ મેળવાયો હતો.
ખારીકટ કેનાલમાં ગેરકાયદે ઠલવાતા કેમિકલયુકત પાણીને રોકવા માટે નિકોલ સ્ટ્રોમ વોટર પંપિંગ સ્ટેશન ખાતે આશરે રૂ.પપ લાખના ખર્ચે પ૦૦ કેએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે. કેનાલમાં છોડનારા ડ્રેનેજના ગેરકાયદે કનેકશનને પણ તે સમયે કાપી નખાયાં હતાં, જેના કારણે કેનાલ કાયમી ધોરણે સ્વચ્છ રહેશે તેવું ચિત્ર સ્થાનિક નાગરિકોના હૃદયમાં ઉપસ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વિરાટનગર વોર્ડના કોર્પોરેટર ડો.ચંદ્રાવતીબહેન ચૌહાણને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે છેલ્લા દોઢ મહિનાથી નરોડાથી નારોલ સુધીના ખારીકટ કેનાલના વિસ્તારમાં હજારો લોકો મસીના ત્રાસથી તોબા પોકારી ઊઠ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY