વલસાડ ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

0
7

ઉદ્યોગોને લગતા પ્રશ્નોના નિવારણ માટે વન રાજ્યમંત્રી પાટકરે બેઠક યોજી
વલસાડ, તા.૧૮
વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રશ્નોના નિરાકરણ માટે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ગુંદલાવ સ્થિત સાસુમા હોટલ ખાતે વિશેષ બેઠક યોજી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ-કશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનો માટે બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે દેશના શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ગુંદલાવ જી.આઇ.ડી.સી. વિસ્તારના ઉદ્યોગપતિઓને લગતા પ્રશ્નોને બાબતે હકારાત્મક નિરાકરણ માટે હૈયાધરપત આપી હતી. તેમણે રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી ઉદ્યોગોને લગતા પ્રશ્નો બાબતે કરાયેલા પ્રયાસો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સરકારની ઉદ્યોગો નીતિને કારણે ઘણો વિકાસ થયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રયાસોથી વિવિધ ઉદ્યોગોમાં ટેકનીકલ અભ્યાસ કર્યો હોય તેવા સ્થાનિકોને એપ્રેન્ટીસ હેઠળ સમાવેશ કરવામાં આવી રહયો છે, જેના થકી સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળવાની સાથે ઔદ્યોગિક એકમોને પણ કુશળ કારીગરો મળી રહયા છે.
આ અવસરે ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જી.આઇ.ડી.સી.ના પ્રશ્નો માટે હકારાત્મક વલણ અપનાવી ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી. ઔદ્યોગિક એસોસીએશનના ટી.પી.દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે ભા કરાયેલા નવા-નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, નવા ઉદ્યોગ માટે આપવામાં આવતી લોન અને સબસીડી બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપપ્રમુખ નવીનભાઇ પટેલે જી.આઇ.ડીસી. અને ડી.જી.વીસી.એલ. મળી ૧૨ જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ઔદ્યોગિક વિસ્તારો તેમજ હાઉસિંગ ઝોનમાં પાણી મળી રહે તે માટે તળાવના નિર્માણ માટે જમીન ફાળવવા, લોકદરબારનું નિયમિતપણે આયોજન કરવા, ઔદ્યોગિક વસાહતના નવીનીકરણ, અનઅધિકૃત બાંધકામને જરૂરી ફી ભરી રેગ્યુલર કરવા અંગે,

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY