જૈન મુનિની જામીન અરજી એડમીશન સ્ટેજ પરથી સુપ્રીમ ર્કો ડીસમીસ કરી

0
9

સુરત, તા. ૨૫
વડોદરાની એક યુવતિ સાથે નાનપુરા ટીમલીયાવડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે રહેતા દિગમ્બર જૈન મુનિ શાંતિ સાગર મહારાજે બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સુરત કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે તેની જચામીન અરજી ફગાવી દીધા બાદ તેમણે તેમના એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક જામીન અરજી કરી હતી. પરંતુ આ જામીન અરજી એડમીશન સ્ટેજ પરથી સુપ્રીમ કોર્ટ કાઢી નાખી હોવાનું પીડિતાના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે વડોદરા ખાતે રહેતી અને અમદાવાદ ખાતે ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરતી યુવતિ સાથેડ જૈન ઉપાશ્રય ખાતે બળાત્કાર આરોપી શાંતિ સાગર મહારાજે ગુજાર્યો હતો. પીડિતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આઈપીસી-૩૭૬ મુજબનો ગુનો નોîધી તેમની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આરોપી છેલ્લા ૧૫ થી વધુ મહિનાથી લાજપોર જેલમાં છે. પોલીસે તેમના વિરુદ્ધ ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી.
આરોપી શાંતિ સાગર મહારાજ દ્વારા સુરત કોર્ટમાં કરેલી જામીન અરજી સુનાવણીના અંતે ફગાવી દીધા બાદ તેમણે ગુજરાતી હાઈકોર્ટમાં એક રજૂ કરેલી જામીન અરજી વિદ્વાન જસ્ટિસે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે રજૂ કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વિદ્વાન જસ્ટિ રમણ અને મોહન એડમીશન સ્ટેજ પરથી ડીસમીસ (કાઢી નાખવી) કરી હોવાનું પીડિતાના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY