સુરત, તા. ૨૫
હાલતમાં મતદાર યાદી સુધારણા અને નોધણીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પુણા ગામ તલાટી ઓફિસ પર આ કાર્યવાહી થઈ રહી છે. જોકે તલાટી ઓફિસના સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના લોકોના કામ કરવાને બદલે તેમને હાલાકી ભોગવવી પડે એવી સ્થિતિમાં હેરાન પરેશાન કરવામાં આવતા આખરે ગામના લોકોએ એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય અને કોર્પોરેટરોએ આ અંગે તલાટીને જણ કર્યા પછી તેમને પણ તલાટી ઓફિસના કર્મચારી ગાંઠતા ન હોવાથી લોકો રોષો ભરાયા હતા.
મળતી વિગતો અનુસાર, પુણા ગામ તલાટી ઓફિસ ખાતે માત્ર એક જ બારી ઉપરથી મતદાર યાદી સુધારણા અને નામના ઉમેરવાની કામગીરી કરવામાં આવે છે અને તેના કારણે લોકોના દરરોજ સવારથી લાઈનમાં ઊભા રહેવાનો વખત આવે છે. છેલ્લા કેટલાય દિવસોથી પરેશાન થતા ોલકોએ સ્ટાફ વધારી અને નવરા બેસી રહેતા અને અન્ય કર્મચારીઓને પણ કામ પર લાગવી લોકોની હાલાકી દૂર કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત સ્થાનિક ધારાસય અને કોર્પોરેટરોને પણ રજૂઆત કરી હતી તેમ છતાં જાડી ચામડીના તંત્રના આ તંત્ર વાહકો ઉપર કોઈ અસર ન થતા આખરે લોકો વિફર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકોનો રોષ જાઈને તલાટી ઓફિસના કર્મચારીઓ ગભરાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




