દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવેલ પલટાથી તાપમાનમાં નોધપત્ર ઘટાડો

0
9

સુરત, તા. ૨૮
ગત બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતો તાપમાનમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે. નવસારી, વલસાડ અને સુરતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૫ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો નોધાયો છે. પરંતુ પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તર દિશાની થતા બપોરબાદ તાપમાનમાં ફરી સામાન્ય વધારો નોધાયો છે. નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૫.૫ ડિગ્રી નોધાયું હતું. વલસાડમાં આજે ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઘટયું છે. આજે બપોર બાદ પવનની દિશા બદલવાની સાથે તાપમાનનો પારો વધ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY