સુરતમાં હિરાની લૂંટ : યુવક પર છરી વડે હુમલો

0
11

સુરત,તા.૨૬
ડાયમંડ સિટી તરીકે ગણાતા સુરતમાં હિરાની લૂંટના બનાવો છાસવારે બને છે. ત્યારે વધુએક હીરાની લૂંટની ઘટના બની છે. શનિવારે રાત્રે ત્રણથી ચાર ઇસમોએ યુવક ઉપર છરી વડે હુમલો કરીને એક લાથી વધુના હીરાની લૂંચ ચલાવીને ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના હીરાબાગ સર્કલ નજીક હીરાના કારખાનામાં શનિવારે મોડી સાંજે આશરે ત્રણ લૂંટારુઓ ત્રાટક્્યા હતા. જેમણે એક લાખ રૂપિયાથી વધુના હીરાની લૂંટ ચલાવી હતી. સાથે સાથે ૨૦,૦૦૦ રૂપિયા રોકડા અને ચાર મોબાઇલ ફોનની પણ લૂંટ ચલાવી હતી.
આ ઘટનામાં એક વ્યક્તિ ઉપર પણ લૂંટારુઓએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ લૂંટારુઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના અમદાવાદમાં ઉપવાસને લઇને પાટીદારોનો ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસના પેટ્રોલિંગ વચ્ચે લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપતા પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભા થાય છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY