ગાંધીનગર,તા.૨૬
રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવના કારણે પાટીદાર બહેનો હાર્દિકને રાખડી બાંધવા માટે આવી રહી છે. તો પોતાની બહેન મોનિકા પણ હાર્દિકને રાખડી બાંધવા આવી હતી. બહેન મોનિકાએ હાર્દિકને રાખડી બાંધી હતી અને તેને અનામત અને ખેડૂતોના દેવા માફીમાં લડવાની તાકાત આપે એવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે બીજા દિવસ છે. આમરણાંત ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના ષ્ઠર્દ્બ દ્વારા આ મેડિકલ ચેકઅપ કરવામાં આવતા હાર્દિકનું સ્વાસ્થ્ય નોર્મલ હોવાનું જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના ડોકટર પ્રદીપ પટેલે આ મેડિકલ ચેકઅપ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, સરકારે દિવસમાં બે વાર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલને સૂચના આપી છે.
આમ હાર્દિક પટેલે ગઇકાલથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આજે બીજા દિવસે હાર્દિકના ઘરે આવતા તમામ લોકોની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરની આસપાસ ફરતા લોકોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરક્ષાના ભાગરૂપે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના ઉપવાસને લઈને રાજ્યના તમામ પોલીસકર્મીની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



