બેટી બચાવો, બેટી પઢાવો થીમ સાથે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગે રચ્યો ઇતિહાસ

0
67

૯,૫૨૮ વિઘાર્થીઓએ ૪૦ મિનિટમાં લખ્યા ર૧ લાખ, ૪૮ હજાર, ૩૦૫ સૂત્રો

ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્‍સમાં ડાંગ જિલ્લાનું નામ સ્વર્ણાક્ષરે થયુ અંકિત

આરોગ્ય વિભાગે પણ એક જ વર્ષમાં હાંસલ કર્યો બીજો એવોર્ડ :  કામગીરીની થઇ સરાહના

ગ્રામીણ સમાજમાં બેટા બેટી એક સમાનના નારા સાથે જગાવી જનચેતના

ડાંગ કલેક્ટર બી.કે.કુમારે સ્વીકાર્યો ઇન્ડિયા બુક્સ ઑફ રેકોર્ડ્‍સ

આહવાઃ બેટી બચાવો, બેટી પઢાવોનો વિચાર ગ્રામ્ય સમાજમાં પણ દ્રઢ થાય, ગ્રામ્યજનોમાંથી પણ બેટા-બેટી વચ્ચેનો ભેદ દૂર થાય, સમાજમાં દિકરા-દિકરીનો દર સૂપેરે જળવાઇ રહે તે બાબતે સતત ચિંતત દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી, અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આહ્વાનને ઝીલીને, ડાંગ જિલ્લા આરોગ્ય તંત્રે બેટી બચાવો, બેટી પઢાવો બાબતે વ્યાપક જનચેતના જગાવવાના હેતુથી, તાજેતરમાં હાથ ધરેલા એક જનજાગૃતિ કાર્યક્રમને ભારતની પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્‍સમાં સ્થાન મળતા, સમગ્ર ડાંગ જિલ્લા વહિવટી તંત્રને ગૌરવ પ્રાપ્ત થયુ છે.

ડાંગ કલેક્ટર બી.કે.કુમાર તથા જિલ્લા વિકાસ અધિકારી  એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતાએ તેમની સમગ્ર ટીમના હકારાત્મક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવોની થીમ સાથે, જિલ્લાના ધોરણ-૯ થી ૧૨ના વિઘાર્થી/વિઘાર્થીનીઓ કે જેઓ નજીકના ભવિષ્યમાં જ લગ્ન કરવાની વયે પહોંચનાર હોઇ, તેમના યુવા માનસમાં દિકરા-દિકરી અંગે કોઇ ભેદભાવ ન ઉદ્‍ભવે તે માટે તેમને શરૂઆતથી જ આ બાબતે જાગૃત કરવાના ભાગરૂપે સામુહિક સૂત્રો લખવાના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વધઇ અને સુબિર ખાતે જુદા જુદા ચાર સ્થળોએ આયોજિત સૂત્ર લેખનના આ કાર્યમાં એક સાથે, એક જ સમયે એટલે કે તા.ર૯/૧૧/ર૦૧૮નાં રોજ સવારના બરાબર ૧૧ વાગ્યાથી સતત ૪૦ મિનિટ સુધી, એટલે કે ૧૧ઃ૪૦ સુધી  ૪,૩૯૧ કુમાર અને ૫,૧૩૭ કન્યાઓ મળી કુલ-૯,૫૨૮ વિઘાર્થીઓએ તેમને ફાળવેલી ૪૦ મિનિટ્સમાં કુલ ર૧ લાખ, ૪૮ હજાર, ૩૦૫ જેટલા સૂત્રોનું લેખન કરીને, ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્‍સમાં ડાંગ જિલ્લાનું નામ અંકિત કરાવ્યું છે.

એક જ આશય સાથે, એક સાથે અધધ સંખ્યામાં સૂત્રો લેખનના આ કાર્યને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્‍સમાં સ્થાળ મળતા ડાંગ કલેક્ટર બી.કે.કુમારે ડાંગ જિલ્લા વતી મૅડલ તથા પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.પવાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટીમ ડાંગના અધિકારી/કર્મચારીઓ વિગેરે આ ગૌરવપ્રદ ધટનાના સાક્ષી બન્યા હતા. જિલ્લાના ઉચ્ચાધિકારીઓએ આરોગ્ય વિભાગના આ પ્રયાસોની સરાહના કરી, જિલ્લાને ગૌરવ અપાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગે એક સાથે, એકી સમયે જિલ્લાની ૧૭,૭૦૧ કિશારીઓને આયર્નની ગોળી ગળાવીને ડાંગ જિલ્લાના ઇતિહાસમાં પહેલો એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે હાલમાં બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્ર લેખન માટે પણ ઇન્ડિયા બુક ઑફ રેકાર્ડ્‍સમાં બીજી વાર તેનું નામ દર્જ કરાવીને, ડાંગ જિલ્લાને અનોખુ ગૌરવ બક્ષ્યુ છે. જે આવનાર દિવસોમાં જિલ્લા માટે સીમાચિન્હરૂપ સાબિત થશે.

સને ૨૦૧૧માં ડાંગ જિલ્લાનો સેક્સ રેશિયો ૧૦૦૬ હતો. જે ચિંતાજનક રીતે ધટતા સને ૨૦૧૮માં ૯૧૭ એ પહોંચી જવા પામ્યો છે. તેમ જણાવતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતાએ શહેરી સમાજની જેમ, ગ્રામીણ સમાજમાં પણ દિકરા-દિકરીના ભેદભાવનુ દૂષણ ન પ્રવેશે તે બાબતે આવા જનજાગૃતિ કાર્યક્રમો આવશ્યક છે તેમ એક ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY