વણકર માર્કેટના વેપારી પાસેથી સાડીઓ ખરીદી તમીળના ૧૨ વેપારીઓની ઠગાઈ

0
10

તામિલનાડુના ૧૨ અને સુરતના ૨ વેપારીઓ વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા.૧૪
રિંગરોડ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં સાડીના વેપારી પાસેથી સાડીઓનો મસમોટો જથ્થો ખરીદી સમયસર નાણાં નહી ચૂકતે કરી રૂ.૭.૪૭ લાખનો ચૂનો ચોપડી તામિલનાડુના ૧૨ અને સુરતના બે આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલમાં પુણા-સીમાડા રોડ શ્યામધામ ચોક સરસ્વતી વિભાગ-૨ ખાતે રહેતાં કૌશિકભાઈ મેદપરાની એક સાડીઓની દુકાન રિંગરોડ વણકર ટેક્ષ્ટાલ માર્કેટમાં આવેલી છે. સુરત રિંગરોડ ઈન્ડીયા માર્કેટ ખાતેના બાલાચેની મુર્ગન, શ્રીનિવાસ દસારી, બલરામ, બાલારામન શેટ્ટી, બાલન વિનોદકુમાર બુરૂગુરૂ, મુરુગન થીમ્મારયપ્પા, દિયા મુરૂગન સહિત ૧૨ તામિલનાડુ ખાતે રહેતા આરોપીઓએ કૌશિકભાઈ મેદપરા પાસેથી ૩.૨૫ લાખ તથા તેમના મિત્રો પાસેથી ૪.૨૨ લાખ મળી કુલ ૭.૪૭ લાખનો સાડીઓનો જથ્થો ખરીદ કર્યો હતો. સમયસર નાણાં ચૂકતે કરી દેવાનું વચન આપી ખરીદ કરવામાં આવેલા જથ્થા બાદ તેઓ નાણાં નહી ચૂકતે કરી સાડીના વેપારી સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોîધી ૧૪ આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY