બાંધકામ તોડી ડીમોલીશન ચાર્જ પણ વસૂલાયો
સુરત, તા.૧૪
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરïની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૭, નોધ નં.૧૮૦૧-૧૮૦૪, સૈયદપુરા ટુંકી વાળી મિલકતમાં મિલકતદાર સાજીદ નાસીર જમાદાર દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા તા.૧૩-૩-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનનાં શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૩૫૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


