જયાબેન મોદી હોસ્પિટલમાં ડાયાલિસિસના સાધનોનું લોકાર્પણ
અંકલેશ્વર, તા.૧૪
અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા.૧૪ માર્ચ વર્લ્ડ કિડની ડેના અનુસંધાને ડાયાલિસિસના બેનવા સાધનોની લોકાર્પણ વિધિ અને નિઃશુલ્ક કિડની કેર કેમ્પ યોજાયો હતો.
તા.૧૪મી માર્ચ વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. પ્રખ્યાત હોસ્પિટલ જયાબેન મોદી ખાતે આ દિવસને લઈ ડાયાલિસિસ માટેના બે અદ્યતન સાધનોની લોકાર્પણવિધિ યોજાઈ હતી. આ સાધનો રૂ.૧૪ લાખની કિંમતે વસાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં માત્ર ૧૦૦ રૂપિયામાં ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં રૂ.૫૦૦નું અનુદાન ગુજરાત ગાર્ડીયન કંપની દ્વારા અને રૂ.૫૦૦નું અનુદાન જે.બી. મોદી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ પ્રસંગે જયાબેન મોદી હોસ્પિટલના કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે અંકલેશ્વરની હાઈવે કનેક્ટીવિટી તેમજ અગત્યતાને ધ્યાનમાં લઈને ઔદ્યોગિક વસાહત હોવાથી આગામી બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ અમલી બનશે. જેમાં બે ત્રણ મહિનામાં જ રૂ.દોઢ કરોડના ખર્ચે ટ્રોમા સેન્ટર ઊભું કરાશે. જ્યારે કે કેન્સરના દર્દીઓ માટે રૂ.૨૨ કરોડના ખર્ચે રેડિએશન સેન્ટરનું પણ નિર્માણ કરાશે.
આ પ્રંસગે આયોજિત નિઃશુલ્ક કિડની કેર કેમ્પમાં સુરતના વરિષ્ઠ અને નિષ્ણાંત નેફોલોજીસ્ટ ડો. ધનેશ વૈદ્યએ ખાસ ઉપસ્થિત રહી સલાહ અને સારવાર આપવામાં આવ્યા હતા. તેમણે દર્દીઓ તથા ઉપસ્થિતોને કિડનીનું મહત્ત્વ તેમજ એની સલામતી વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, નોટીફાઈર્ડ એરિયા પ્રમુખ મનોજ પટેલ, કોરો મંડલ ઈન્ટરનેશનલના કે.વી. પટેલ, સીએસઆર હેડ નિર્મલાબેન પટેલ સહિત હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



