યુવકનું મોટાર સાઈકલ પર અપહરણ કરાયું
સુરત, તા.૧૪
અમરોલી વિસ્તારમાંથી એક સૌરાષ્ટ્રીયન યુવાનનું અપહરણ કરી વાઘાણી દંપતિએ પાઈપ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી વિસ્તારમાં એક પાટીદાર યુવક રહે છે. ગતરોજ આરોપી મુકેશ વાઘાણી અને તેમના પત્ની સહિત અન્ય બે ઈસમોએ યુવકનું અપહરણ કરી મોટર સાયકલ પર બેસાડી મોટા વરાછા વીઆઈપી સર્કલ ખાતે આવેલ એક ઓફિસમાં લઈ જઈ પાઈપ જેવા હથિયાર વડે માર મારી શરીરના ભાગે ઈજાઅો પહોîચાડી હતી. ત્યારબાદ આરોપી મુકેશ વાઘાણી પોતાની મોટર સાયકલ પર યુવકને બેસાડી તેમના મામાના દિકરાની ભટાર ખાતે આવેલી ફેક્ટરી પર છોડી દઈ ફરાર થઈ ગયા હતા. અમરોલી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોદાવવામાં આવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



