બાળકીના જન્મના માત્ર બે કલાકમાં જ આધારકાર્ડ, રેશનકાર્ડ તૈયાર

0
13

ધન્ય છે ડિજિટલ ઇન્ડિયા સિસ્ટમ..!!
સુરત,તા.૧૪
આપણું ગુજરાત ખરા અર્થમાં ડિજિટલ બની ગયું છે. તેનો એક અનોખો દાખલો સુરત શહેરમાં જાવા મળ્યો. એક બાળકીના જન્મના માત્ર બે કલાકમાં જ આધારકાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ અને જન્મનો દાખલો મેળવવાનો અનોખો રેકોર્ડ સર્જયો છે.
વરાછાના પરવત પાટિયા ખાતે દર્શન સોસાટીમાં રહેતા અંકિતભાઇ નાકરાણીના ઘરે દીકરીનો જન્મ થતા પરિવારમાં હર્ષોલ્લાસ હતો. અંકિતભાઇ વ્યવસાયે વકીલ તેમજ ટાઇલ્સનો ધંધો છે. અંકિતભાઇએ ડિજિટલ ઇન્ડિયા સિસ્ટમ કેટલીય સફળ છે તેનું અનોખું ઉદાહરણ પૂરું પાડવા માટે દીકરીના જન્મની સાથે જ તમામ જરૂરી દસ્તાવેજા એક પછી એક તૈયાર કર્યા.
નાભ્યાનો જન્મ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે થયો હતો અને તેનું નામ ‘નાભ્યા’ રાખી દીધું હતું. વરાછા ઝોનમાંથી તેનું જન્મનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. આ માટે હોસ્પિટલનું સર્ટિફિકેટ ઓછું પડતાં તેને વોટ્‌સએપ પર મંગાવીને પાલીકાના કર્મચારીને આપી દીધું હતું.
બર્થ સર્ટિફિકેટ મળતાની સાથે જ બાળકીના પિતા તેને લઈને આધારકાર્ડ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને તેનું આધાર કાર્ડ મેળવી લીધું હતું. આ સમયે એક સમસ્યા એવી થઈ હતી કે બાળકી ઉંઘી રહેલી હોવાથી આઈસ્કેન માટે મુશ્કેલી પડી હતી. આ માટે બાળકી મહામહેનતે ઉંઘમાંથી જગાડવામાં આવી હતી. એટલું જ નહીં જન્મની ૧૦ જ મિનિટમાં પાસપોર્ટ મેળવી લેવા માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવી લેવામાં આવી હતી. આ માટે તેમને અડધા કલાકમાં જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. નાના બાળકોને પોલીસ વેરિફિકેશન તેમજ અન્ય છૂટછાટને પગલે થોડીવારમાં તેનો ઓનલાઇન પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY