ઉ.કોરિયાએ ઉપગ્રહ પ્રક્ષેપળ સ્થળનું પુનઃનિર્માણ શરુ કર્યું : અમેરિકાનો દાવો

0
18

વાશિંગ્ટન,તા.૬
સેટેલાઇટ દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો મૂજબ ઉતર કોરિયાના એક રોકેટ પ્રક્ષેપણ સ્થળ પર કોઇક પ્રકારની ગતિવિધિ જાવા મળી છે. આ બાબતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ વચ્ચે જે બીજી બેઠક યોજાઇ હતી તેને અચાનક જ કોઇ કારણોસર અટકાવી દેવામાં આવી હતી. જેના પછીથી ઉત્તર કોરિયાના પ્યોંગયાંગ પ્રક્ષેપણ સ્થળ પર ઝડપથી પુનર્નિમાણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
અમેરિકાના સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝવના જણાવ્યા પ્રમાણે આ ગતિતિવિધિ સોહાઇ સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશનના વર્ટિકલ એન્જિન ટેસ્ટ સ્ટેન્ડ અને લોન્ચ પેડ પર જાવા મળી હતી.પ્યોંગયાંગ દ્વારા આ પ્રક્ષેપણ સ્થળ પરથી વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૬માં ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું હતું. સીએસઆઇએસના શોધકર્તાએ જણાવ્યું હતું કે હનોઇ શિખર વાર્તાના બે દિવસ પછી આ પ્રકારની ગતિવિધિ જાવા મળી હતી.
જણાવી દઇએ કે અગાઉ અમેરિકા દ્વારા વારંવાર ઉત્તર કોરિયા પર તેના લોન્ચ પેડ નષ્ટ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જાકે આ બન્ને નેતાઓ વચ્ચે યોજાયેલી બીજી શિખર વાર્તા કોઇપણ જાતના નિર્ણય વગર સમાપ્ત થઇ ગઇ હતી અને તેના કારણે જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા ફરી પોતાની તાકત વધારવા માટે કામ પર લાગી ગયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY