માસીના ઘરના ૭મા માળેથી પટકાતા ૧૨ વર્ષીય બાળકીનું મોત

0
9

સુરત,તા.૧૬
અડાજણ વિસ્તારમાં વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણના કેદારધામ સોસાયટીમાં બિલ્ડીંગ નંબર સીમાં રહેતા હિતેન્દ્રભાઈ ચાવડાની ૧૨ વર્ષીય પુત્રી પલક તેની માસીના ઘરે ગઈ હતી. સાતમાં માળે રહેતી માસીના ઘરે ગેલેરીમાં કબૂતર ઉડાડીને પાળી પર બેઠી હતી એ દરમિયાન ગભરાહટમાં પગ લપસી જતાં નીચે પટકાઈ હતી.જેથી તેણીનું મોત નીજપ્યું હતું.
કેદારધામ સોસાયટીમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, સાંજના સમયે બનેલા બનાવમાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. નીચે બાળકી પટકાઈ હતી. જેને હોસ્પિટલ લઈ ગયા હતાં. માલવિયા હોસ્પિટલના તબીબોએ તેને મૃતજાહેર કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY