ચેઇન સ્નેચિંગનાં ગુનામાં દોષિત ઠરનારને ૭ વર્ષ જેલની સજાની જોગવાઇ થશે

0
86

ગાંધીનગર,તા.૧૩
ગુનાખોરીના કેસોમાં વધુમાં વધુ બનતાં ચેઇન સ્નેચિંગના કેસો એ હદે વધી ગયાં છે કે આ ગુનામાં વધુ કડક સજાની જાગવાઇ દાખલ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે. આ ગુનામાં દોષિત ઠરનારને ૭ વર્ષની જેલની સજાની જાગવાઇ થશે. ચેઇન સ્નેચિંગના ગુનામાં હાલ ફક્ત ૬ માસની સજા થાય છે. તેમ જ ચીલઝડપની કલમ લાગતી હોય છે તેને બદલે લૂંટની કલમ લગાડવામાં આવશે. હાલ આરોપીને સરળતાથી જામીન પણ મળી જાય છે.જેને લઇને ગુનાખોરો સજાને ગણકારતાં ન હોવાનું વલણ છે.
ચેઇન સ્નેચિંગમાં લૂંટની ૩૯૨ની કલમ લાગ્યાં બાદ આરોપીને જામીન નહીં મળે અને મહત્તમ ૭ વર્શ જેલમાં કાઢવા પડશે. સજાની જોગવાઇ વધવાથી આવા કેસો સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી આરોપીને જામીન મળવા મુશ્કેલ બને છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY