સુરત,તા.૧૬
સુરતએ ગુના ખોરીનું એપી સેન્ટર બતું હોય એવું લાગી રહ્યું છે. લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો હોય એવી ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના સુરતમાં બને છે જેમાં ખુલ્લી તસવાર વડે યુવક દુકાનમાં ધસી આવે છે. દુકાનદાર ઉપર ખુલ્લી તલવાર વડે હુમલો કરે છે. જાકે, આ ઘટનામાં સદનસિબે દુકાનદાર બચી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયતમાં મોડી રાત્રે અસામાજિક તત્વએ દુકાનમાં ભારે તોડફોડ કરી હતી. બેખૌફ બનેલો આ શખ્સ ખુલ્લી તલવાર લઈને જ્યુસની દુકાનમાં ધસી આવે છે. અને તલવાર વડે દુકાનમાં ભારે આતંક મચાવે છે..ા તે દુકાનમાલિક પર પણ હુમલો કરવાની કોશિશ કરે છે. પરંતુ તે અંદર નાસી જતાં આ શખ્સે દુકાનનો સામાન તોડવાનું શરૂ કરી દીધું હતું.
કાચના ડ્રોવર પર તે તલવારોના ઘા ઝીંકે છે. સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ છે..આ હુમલાને પગલે દુકાન માલિક અને આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટનો માહોલ છે. જાકે આ શખ્સે શા માટે આ દુકાનને નિશાન બનાવી હતી. કેમ તેણે આ દુકાનમાં આતંક મચાવ્યો..શા માટે તે આટલો ઉગ્ર બન્યો હતો. આ તમામ સવાલોના જવાબો મેળવવા લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




