સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનમાં વધારો : સુરત શહેરમાં ૪૦.૪ ડીગ્રી

0
8

સુરત, તા.૧૧
સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી બાદ આજે તાપમાનનો પારો વધ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ અધિકતમ તાપમાન ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા આગામી દિવસોમાં શહેરીજનોને અસહ્ના ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૪૦.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૫.૪ ડીગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૨ મિલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં પણ અધિકતમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડીગ્રી નોંધાઈ છે. રાજ્યના ૮ જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી વધુ નોંધાયું છે. આગામી દિવસોમાં ઉનાળો જામશે અને અસહ્ના ગરમીનો સામનો કરવા શહેરીજનોને તૈયાર રહેવું પડશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY