હળવદની સરદાર પટેલ વિદ્યા સંકુલમા મેરા દેશ બદલ રહા હૈ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

0
11

હળવદની સરદાર પટેલ વિદ્યા સંકુલનો વાર્ષિકોત્સવ ઉજવાયો, ઈનામ વિતરણ કાયૅકમ સંપન્ન  

હળવદ ની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી સરદાર પટેલ વિદ્યા સંકુલ માં 24 ,2 રવિવાર ની સંધ્યાએ વાર્ષિક ઇનામ વિતરણ અને મેરા દેશ બદલ રહા હૈ વિષય પર એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો કાર્યક્રમમાં અતિથિ વિશેષ નુ સ્થાન હળવદના નામાંકિત ઉદ્યોગપતિ જશુભાઇ પટેલ અને નગરપાલિકા પ્રમુખ અજય ભાઈ રાવલ ધારાશાસ્ત્રી એસ ,આર ઝાલા તથા હસુભાઈ વરમોરા અને ગુંજન શાહ સાહેબ શોભાવ્યું હતું સાથે ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વીર શહીદોને બે મિનિટ નું મૌન વ્રત પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ત્યારબાદ અતિથિ વિશેષ ના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી બચપણ પ્લે સ્કૂલ સરદાર પટેલ વિદ્યા વિદ્યાલય અને સરદાર પબ્લિક સ્કૂલ (અં ,મા) ના ભાઈઓ-બહેનોને વર્ષ દરમિયાન યોજાયેલ પ્રત્યેક સહ અભ્યાસિક પ્રવૃતિમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર 121 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશ વંદન સાથે શુભારંભ કરી જીવનના જુદા જુદા રસ જેવા કે શુંગાર શોર્ય કરુણ હાસ્ય વગેરે વિવિધ કૃતિઓ દ્વારા સાબિત કર્યું કે મેરા દેશ બદલ રહા હૈ એકલવ્ય ગુરુકુળના વિદ્યાર્થીઓએ યોગો અને આર્મીની થીમ દ્વારા વાલી શ્રી ઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા બચપણ ના નાના ભૂલકાઓથી માંડીને ધોરણ બહારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની સુંદર કલા દ્વારા તમામ લોકોને આકર્ષિત કર્યા હતા આ કાર્યક્રમમાં હળવદ તાલુકા અને બહારગામથી તેમજ હળવદ ના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે વાલીશ્રીઓને શરૂઆતથી અંત સુધી કાર્યક્રમમાં મંત્રમુગ્ધ બની માણ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ ૩૨૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ટ્રસ્ટીશ્રી ઓ શિક્ષક ગણ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY