સુરત,તા.૧૫
હીરાઉદ્યોગ આંગડિયા પેઢી પર નભનારો ધંધો છે. બંને એક સિક્કાની બે બાજુ છે. જાકે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ બંનેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દરોડા દરમિયાન આંગડિયા પેઢી દ્વારા પાર્સલના મૂળ માલિકને ફોન કરી સંપક કરવામા આવે છે ત્યારે તેઓ ત્યાં જતા નથી, જેને કારણે આંગડિયા પેઢીઓએ સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખોટી કનડગતના ડરથી શહેરની ૭૦ પૈકીની મોટાભાગની આંગડિયા પેઢીઓએ તેમના શટર પાડી દીધા છે. જેઓએ કુરિયર સર્વિસ તથા પેમેન્ટ વ્યવહારો અટકાવી દીધા છે. એક અંદાજ મુજબ કરોડોના વ્યવહાર ખોરવાયા છે. આંગડિયા પેઢી સંચાલકો દ્વારા કામકાજ બંધ રાખવા સાથે કર્મચારીઓને રજા આપી દીધી છે. ચૂંટણી સુધી કામગીરી બંધ રાખવાના અણસાર આપ્યા છે.
આંગડિયા પેઢીના શટર બંધ પડી જવાથી સીધી અસર સુરત ડાયમંડ એસોસિયેશન પર પહોંચી છે. જેને કારણે તાત્કાલિક આગંડિયા પેઢીના માલિકો સાથે એક મીટિંગનું આયોજન હાથ ધર્યુ હતુ. મીટિંગના બંને પક્ષો દ્વારા વાટાઘાટો થઈ હતી. જેમા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતી દ્વારા આંગડિયા પેઢીના માલિકોને આશ્વાસન આપવામા આવ્યું હતું કે, પોતે ચૂંટણી કમિશનર અને કલેક્ટર સાથે આ અંગે વાતચીત કરશે અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



