ચકચારિત નારાયણ સાંઈ બળાત્કાર કેસનો ચુકાદો શુક્રવારે જાહેર કરાશે

0
8

આરોપીઓને શુક્રવારે કોર્ટમાં હાજર થવાનું ફરમાન
સુરત, તા.૨૫
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં સંકળાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પુરી થતા શુક્રવારના રોજ આ કેસનો અંતિમ ચૂકાદો આવવાની શક્યતાઓ તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું પણ અદાલતે જણાવ્યું હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિનય શુકલા અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, ગત તા. ૬ ઓક્ટોબર-૨૦૧૩ના રોજ જહાંગીરપુરા શહેરની પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસ મથક બળાત્કારની બે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં એક આશરામ બાપુ તથા પીજી નારાયણ સાંઈ સામે હતી. આશારામ બાપુ સામે નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદ ઝીરો નંબરથી ચાંદખેડા પોલીસ મથક અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે નારાયણ સાંઈ સામે નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ૫૮ દિવસ સુધી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતા-ફરતા નારાયણ સાંઈને સુરત અને દિલ્હી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી હરિયાણા કુરૂક્ષેત્ર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા ૬૪ મહિનાથી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા નારાયણ સાંઈ અને તેની સાથે ૧૦ આરોપીઓ સામેની ટ્રાયલ પુરી થતા આ કેસનો અંતિમ ચુકાદો શુક્રવારના રોજ આવવાની શકયતાઅો રેલી છે. જાકે, આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું અદાલતે જણાવ્યું છે. એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ, વિનય શુકલા, વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY