દુકાનની અગાસીમાં બાંધકામ નહીં કરવા દેતા વેપારી પર હુમલો

0
5

બે ભાઈઓએ ડભોલીના યુવકને પાઈપથી ફટકાર્યો
સુરત, તા.૨૫
ઓલપાડ તાલુકાના દેલાડ ગામ ખાતે આવેલી એક દુકાન પર ધાબા (ટેરેસ)નો ભાગ તોડી નવુ બાંધકામ કરાવવા માગનારાઓને સહમતી નહીં આપવામાં આવતા બે આરોપીઓએ લોખંડપની પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વતની અને હાલમાં વેડરોડ ડભોલી ગામ શ્રીજીનગર ચાર રસ્તા ખાતે વાલજીભાઈ સવાણીના એક દુકાન ઓલપાડ તાલુકાના દેલાડગામ મણિપુષ્પક શોપિંગ સેન્ટરમાં આવી છે. તેઓની દુકાનના ટેરેસનો ભાગ તોડી નાખી નવું બાંધકામ કરવા માટે વસંત રૈયાણી તથા રાજુભાઈ રૈયાણી નામના બે સગાભાઈઓએ મંજૂરી માગી હતી જે મંજૂર અને સહમતિ નહીં આપી નવું બાંધકામ કરવા માટેનો વાલજી રૈયાણીએ વિરોધ નોધાવતા સગાભાઈઓએ તેમના પર લોખંડની પાઈપ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્ત વેપારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY