સુરત, તા.૨૫
પલસાણા-તાલુકાના તાથૈયામાં ગઈકાલે રાત્રે કેન્સરની બીમારીથી પીડાતા વૃદ્ધ પોતાના ઘરમાંથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને તાતીથૈયાની વિકેપાર્ક સોસાયટીના ઘર નં. ૩૩૪મા રહેતા જગતનાથ રૂપલાભાઈ સૈદાનિશિવ ઉ.વ. ૬૧ છેલ્લા ત્રણ મહિનાથી લીવરમાં કેન્સરની બિમારી થી પીડાતા હતા ગઈકાલે સવારે ૦૫ વાગે પહેલા કેન્સરની બિમારીથી કંટાળી પોતાના ઘરમાં સિલીંગ ફે લગાવવાના હૂંક સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોદીનોગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




