વરાછામાં એમ્બ્રોઈડરી કારખાનું અને પુણામાં દુકાનમાં ચોરી થઈ

0
5

કરિયાણા સ્ટોરમાંથી સીગારેટના પેકેટ ચોરાયા
સુરત, તા.૨૬
વરાછામાં એમ્બ્રોઈડરી કારખાનામા અને પુણામાં કરિયાણા સ્ટોરમાં તસ્કરોએ ધાપ મારી હતી. તસ્કરો રૂપિયા ૨.૦૫ લાખની મતા ચોરી કરી ગયા હતા.
પ્રથમ બનાવમાં વરાછા જગદીશ નગર ખોડલ ફેશન નામના ખાતામાંથી અજાણ્યા તસ્કરો એમ્બ્રોઈડરી મશીનના બે મધર બોર્ડ અને ૪૪ ડિવાઈઝ મળી કુલ્લે રૂ. ૧,૭૧,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે કારખાના માલિક મેહુલ જીવરજ વસોયા વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી.
બીજા બનાવમાં પુણા આઈમાતા રોડ, સુરભી વિહાર સોસાયટી પાસે આવેલ બાલાજી કિરાણા સ્ટોરમાંથી ત્રણ અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૩૩,૦૦૦, સિગરેટના ૧૫ પેકેટ મળી કુલ્લે રૂ. ૩૪૨૦૦ની માતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે સ્ટોર માલિક પ્રહલાદ હરજીરામજી ચૌધરીએ પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં પૂણા આઈમાતા રોડ, સુરતી વિહાર સોસાયટી પાસે આવેલ બાલાજી કિરણ સ્ટોરમાંથી ત્રણ અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૩૩,૦૦૦, સિગારેટના ૧૫ પેકેટ, મળી કુલ્લે રૂ. ૩૪,૨૦૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે સ્ટોર માલિક પ્રહલાદ હરજીરામજી ચૌધરીએ પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY