નોકરી આપવાની લાલચ આપી યુવક પાસે રૂ. ૬૧ હજાર પડાવ્યાં

0
6

અખબારોમાં જાહેરાત આપી બેકાર યુવકો સાથે છેતરપિંડી
સુરત, તા.૨૬
સ્થાનિક અખબારમાં નોકરી માટે અપાયેલી જાહેરખબર અંગે સંપર્ક કરનાર કાપોદ્રા હર્ષકુમાર પલસાણાવાલા સાથે રૂ. ૬૧,૦૫૦ની ઠગાઈ કરવામાં આવી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા એલ.એચ. રોડ શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતા હર્ષકુમાર હિતેશભાઈ પલસાણાએ આરોપી જયવીર સુરેશસિંહ ચૌધરી (યુ.પી.) એ અનંત રામા માઝી (રહે. બિહાર) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ નોકરી અંગે સ્થાનિક અખબારમાં જાહેરાત આપી હતી. જે મોબાઈલ નંબર ઉપર ફરિયાદીએ સંપર્ક કર્યો હતો. આરોપીઅોએ નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદ પાસેથી ટૂકડે-ટૂકડે રૂ. ૬૧૦૫૦ મેળવી નોકરી નહીં અપાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY