આજે સવારે સુરતનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી : કાલે પારો ૪૩ ડિગ્રીએ પહોંચશે

0
7

કાલે સુરતમાં સૌથી વધુ ગરમી પડવાની આગાહી
સુરત, તા.૨૬
સમગ્ર રાજ્યમાં ઉનાળો આકરો બન્યો છે. આકાશમાંથી સૂર્યદેવતા અગનગોળા વરસાવતા હોય તેવો તાપ પડી રહ્ના છે. આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનો પારો ૪૩થી ૪૫ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. આજે ગાંધીનગર અને અમરેલીમાં ૪૨ થી ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૯.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને હવાનું દબાણ ૧૦૦૯.૮ મીલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ દક્ષિણ પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૭.૭ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૦ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન ગાંધીનગર અને અમરોલીમા ૪૨થી ૪૩ ડિગ્રી નોંધાયું છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ ૪૫ ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
સુરતમાં આવતીકાલે અધિકત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થવાની સાથે ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉનાળો બરાબર જામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરીને શહેરીજનોને તાપથી બચવા માટેની તકેદારી અંગે માહિતગાર કરવામાં આવી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY