જમનાએ ૧૧૮ અને હનુમાને ૧૧૩ મહિનાનો જેલવાસ ભોગવવો પડશે
સુરત, તા.૩
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારનારા નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત સાધક-સાધિકાઓને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. નારાયણને આજીવન કેદ તથા હનુમાન, ગંગા અને જમનાને ૧૦-૧૦ વર્ષની કેદની સજાનો હુકમ કર્યા બાદ તેઓએ કાચા કામના કેદી તરીકે ભોગવેલી સજાનો સેટઓફ (મજરે) આપ્યા બાદ હનુમાન, ગંગા અને જમનાએ અંદાજીત કેટલો સમય લાજપોર જેલમાં રહેવું પડશે તે અંગે સત્તાવાળાઓને પૂછવામાં આવતા હવે ધર્મિઠા ઉર્ફે ગંગાએ અંદાજીત ૧૨૦ મહિના (૨૦ દિવસ બાદ મળશે) ભાવના ઉર્ફે જમના પટેલે અંદાજીત ૧૧૮ મહિનાઓ તથા હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરે પણ ૧૧૩ મહિનાઓ અંદાજીત જેલમાં ગાળવા પડશે. બળાત્કારના ગુનામાં સંકળાયેલ ભાવના ઉર્ફે જમના પટેલને જ્યુડીશીયલ કસ્ટડીમાં ૨૧/૧/૨૦૧૪ના રોજ મોકલવામાં આવી હતી. જ્યારે તેને જામીન પર છોડવાનો હુકમ ૩૧/૩/૨૦૧૪ના રોજ, ધર્મિષ્ઠા ઉર્ફે ગંગાને જ્યુ. કસ્ટડીમાં ગત તા. ૮/૧૧/૨૦૧૩ના રોજ તથા જામીન પર છોડવાનો હુકમ ૨૮/૧૧/૨૦૧૩ ના રોજ તથા હનુમાન ઉર્ફે કૌશલ ઠાકુરને ૧૭/૧૭/૨૦૧૪ના રોજ જામીન પર છોડવાનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવ્યો હતો. આમ અદાલતે સેટઓફ (મજરે) આપ્યા બાદ હનુમાન ૧૧૩ ધર્મિષ્ઠાએ અંદાજે ૧૨૦ મહિના (૨૦ દિવસ બાદ) તથા ભાવના ઉર્ફે જમનાએ ૧૧૮ મહિના જેલમાં ગાળવા પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


