સુરત, તા. ૯
મહુવા ગામના એક સ્મશાન પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીઓની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા, મો.ફોન તથા ૬ નંગ મોટર સાઈકલ મળી કુલ્લે ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહુવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા ગામના એક ખેતર પાસેના સ્મશાન ગૃહ પાસે મુંબઈથી નીકળતા વરલી-મટકાના અંક પર ભાવેશ ઓડ, મુકેશ પટેલ, ધર્મેશ રાઠોડ, નીતિન ચૌધરી જુગાર રમાડતા હતાં. મહુવા પોલીસે દરોડા પાડી રોકડા રૂ. ૧૩,૩૦૦/- ૩ નંગ મોબાઈલ ફોન, ૧.૨૦ લાખની કિંમતની કુલ્લે ત્રણ મોટર સાઈકલ મળી કુલ્લે ૧.૩૫ લાખના મુદ્દામાલ કબજે કરી ચાર જુગારીઓની ધરપકડ કરી હતી.જ્યારેમોટર સાઈકલ મૂકીને ફરાર થઈ જનારા બે આરોપીઅોને પોલીસી ચોપડે વોન્ટેડ બતાવાયા હોવાનું મહુવા પોલીસે જણાવ્યું હતું. પોલીસે જુગાર ધારાની કલમ ૧૨ (અ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


