યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

0
9

ગોંડલ,તા.૧૩
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા કમરકોટડા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના કમરકોટડા ગામમાં નિતિન દુદાભાઈ પાનેલીયા પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. કોઈ કારણોસર નિતિન દુદાભાઈને રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે ધીરનાર પાસેથી રૂપિયા ઉછીના લીધા હતાં. થોડા સમય પછી ચુકવી દેવાની શરતે તેણે રૂપિયા લીધા હતાં. પરંતુ થોડા થોડા દિવસે વ્યાજખોરો દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતા ચૂકવણું કરી શકયા નહોતા. જેથી વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી જતાં તેમને લાગી આવતા તેમણે પોતાની વાડીએ જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
પરિવાર દ્વારા નિતિનની તપાસ કરતા નહીં મળતા આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યો દ્વારા વાડીએ તપાસ કરતા નિતિન બેભાન હાલતમાં પડેલો હોવાનું જણાયું હતું. તેવી જ હાલતમાં તેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જયાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પી જનાર યુવક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પીધી હોવાનું ઉલ્લેખ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY