સુરત, તા. ૯
હરીપુરા ગામ ખાતે આવેલા એક ઝાડ નીચેથી વગર પાસ પરમીટની વ્હીસ્કી તથા બિયરની બોટલો મળી કુલ્લે ૪૫૬ નંગ કિંમત રૂ. ૩૧,૨૦૦ તથા ૨૦ હજારની મોટર સાઈકલ મળી કુલ્લે ૫૧,૨૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે ઈગ્લિંશ દારૂનો જથ્થો પુરો પાડનાર એક બુટલેગરને પોલીસ ચોપડે વોન્ટેડ બનાવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરપાડા તાલુકાના હરીપુરા ગામ ખાતે સુભાષ વસાવા, જગદીશ વસાવા તથા દીપક વસાવા રહે છે. ત્રણેય આરોપીઅો વ્હીસ્કી તથા બિયરની બોટલોનું વેચાણ કરે છે. પોલીસ બાતમીના આધારે હરીપુરા ગામમાં આવેલા એક ખેતર પાસેના ઝાડ પાસે દરોડા પાડી વગર પાસ પરમીટની વ્હીસ્કીની નંગ – ૨૮૮ તગથા બીયર ૧૬૮ નંગ મળી કુલ્લે ૪૫૬ નંગ બોટલો કિંમત રૂ. ૩૧,૨૦૦ તથા રૂ. ૨૦ હજારની મોટર સાઈકલ મળી કુલ્લે રૂ. ૫૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે, ઈંગ્લિશ દારૂનો જથ્થો પૂરો પાડનાર દીપક વસાવા નામના બુટલેગરને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



