રૂપિયા નહીં મળતા કમરના ભાગે ચપ્પુના ઘા માર્યા
સુરત, તા.૯
પોલીસ કેસમાં છોડાવવા માટે રૂપિયા ૧૫ હજારની માંગમી કરી ચપ્પુના ઘા માર્યાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફુલપાડા ઓમકાર ફ્લેટમાં રહેતાં અમિત દિનેશભાઈ ટીલાવતે આરોપી જગા પાંડી (રહે. પટેલનગર એ.કે. રોડ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિરૂદ્ધ ડુમસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં છોડાવવાના રૂપિયા ૧૫૦૦૦ની માંગણી કરી હતી. ફરિયાદી અમિતે પૈસા આપવાની ના પાડતા આરોપીએ ઝઘડો કરી ફરિયાદીને કમરના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો. વરાછા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



