દુકાનદાર પાસેથી બનાવગીરે ૪૦ કિલો કાજુ લીધા હતા
સુરત, તા. ૯
ચીટર અભિષેક નંદવાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. ગલેમંડી પાસે આપેલ ડ્રાયફૂટની દુકાનદાર સાથે રૂપિયા ૩૧,૦૦૦ની ઠગાઈ કરવામાં આવી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગલેમંડી ખાતે ત્રિલોકચંદ રાઠી એન્ડ કંપની નામની દુકાન ધરાવતા પ્રકાશચન્દ્ર તિલોકચંદ રાઠીએ આરોપી અભિષેક નંદવાણી સામે ફરિયાદ આપી હતી. આરોપીએ ફરિયાદીની દુકાને આવી ગણપતિ ઉત્સવમાં કાજુ આપવાના હોવાનું જણાવી વિશ્વાસ કેળવી રૂપિયા ૩૧,૦૦૦ની કિંમત ૪૦ કિલો કાજુ ખરીદી પેમૈન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



