પેપ્સીકોલાના બહાને નરાધમે ૭ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
23

સુરત,તા.૧૫
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર બડકામ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા નરાધમ શખ્સે સાત વર્ષની બાળકીને પેપ્સીકોલા આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી, ત્યારબાદ નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ શખ્સ ફરાર થઇ ગયો હતો.
આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ બાળકીનું ગળું દબાવીને ધમકી આપી હતી કે, જા કોઇને ઘટનાની વાત કરી તો તને મારી નાખીશ. જેથી ગભરાયેલી બાળકી બે દિવસ પોતાના ઘરમાં સૂમસામ અને દર્દથી તરસતી રહીને પસાર કર્યા હતા. બે દિવસથી ગુમશુમ રહેતી બાળકીને જોઇને તેની માતાના મનમાં કંઇ થયાની શંકા ઉદ્દભવી હતી, માતાએ પહેલા બાળકીને વ્હાલ કરીને પુછતા કોઇ જવાબ મળ્યો નહોતો. પરંતુ વારંવાર માતા દ્વારા પુછતા બાળકીએ સમગ્ર ઘટનાની વાત કરી હતી.
ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY