અરવલ્લી,તા.૧૫
અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના સમાજના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જેમાં પથ્થરમારો થતાં ૧૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ મામલે ખંભીસર વરઘોડા વિવાદ મામલે રેન્જ આઇજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપીને જણાવ્યું કે, આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ માટે કોમ્બિંગ ચાલુ છે.
આ મામલે આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, ઘટનાને પગલે બંદોબસ્ત યથાવત છે. દલિત આગેવાનોની મુલાકાતને પગલે બંદોબસ્ત નથી, ખંભીસરમાં શાંતિ જાળવવાની પ્રાથમિકતા છે. જ્યારે આરોપીઓ ગામ છોડી ભાગી ગયા છે. આરોપીઓને પકડવા વિવિધ ટીમ તૈનાત કરવામાં આવી છે.
તેમને ગામમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધી બંદોબસ્ત રાખવાની પણ વાત કરી હતી. તેમને વધુમાં જણાવ્યું કે, જો ફરજમાં બેદરકારી હશે તો ખાતાકિય તપાસ પણ કરવામાં આવશે. ગામમાંથી જે લોકો ભાગી ગયા છે તે આરોપીઓ હોઇ શકે માટે અમે તેવા આરોપીઓને પણ પકડીશું.
આ ઘટના સંદર્ભે ડીવાયએસપી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અમે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ માટે કોમ્બિંગ ચાલુ છે. ગામમાં સતત કોમ્બિંગ ચાલું રાખવામાં આવશે. આ કેસમાં અન્ય આરોપીને પકડવા કાર્યવાહી ચાલુ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




