ટેક્સ કન્સલટન્ટ દ્વારા પંચાલ પરિવારના એકાઉન્ટમાંથી ૨.૬૦ કરોડ ઉપાડી લેવાયા

0
7

સુરત, તા. ૨૧
બેગમપુરાના પંચાલ પરિવારના સભ્યો બેન્ક ખાતામાંથી રૂપિયા ૨.૬૦ કરોડ ટ્રાન્સફર કરીને ઠગાઈ કરનાર ટેક્ષ કન્સલટીંગનુંક ામ કરનારા બે જણાં વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા ખાંગડ શેરીમાં રહેતા દેવેન્દ્ર પંચાલે આરોપી વિરેન્દ્ર કંચનલાલ માંમખાન (રહે. ગુર્જર ફળિયુ હરિપુરા) શૈફાલીબેન મહેન્દ્રભાઈ બારડોલીવાલા (રહે. રઘુવીર શેફોન, ભીમરાડ રોડ) વિરદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ફરિયાદીના પીરકરનાર સભ્યોનું ટેક્ષ કન્સલટીંગ ચાર્ટડ એકાઉન્ટીંગનું કામ કરતાં હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી ટેક્ષ ચૂકવવા માટે ચેકબુકની જરૂર હોવાથી ચેકબુક મેળવ્યા બાદ ફરિયાદી અને પરિવારની જાણ બહાર આરોપી વિરેન્દ્ર અને શૈફાલીએ ફરિયાદીના સભ્યડોના બેન્ક ખાતામાંથી અલગ-અલગ તારીખે રૂપિયા ૨.૬૦ કરોડ રૂપયા ટ્રાન્સફર અને ઉપાડી લઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY