સારોલી હરે ક્રિષ્ણા ટેક્સટાઈલના વેપારીએ લાખોમાં ઉઠમણું કર્યુ

0
7

બે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૨૧
સારોલી શ્રી મહાવીર માર્કેટની હરેક્રિષ્ના ટેક્ષટાઈલના વેપારીએ લાખો રૂપિયામાં ઉઠમણું કર્યુ઼ હતું. આ ચીટર વેપારી અને દલાલનો ભોગ બનનારા બે વેપારીએ પૂણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પૂણા પોલીસી સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ ચાર રસ્તા સરકારનગર સોસાયટીમાં રહેતા હરેશ રમણીક ઝાલાવાડિયાએ આરોપી મનીષ દિનેશચંદ્ર પાનવાલા (હરે ક્રિષ્ના ટેક્ષ્ટાઈલ્સના પ્રોપ્રાઈટર) દલાલ જગદીશ જાષી વિરુદ્ધ આપેલી ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી અને અશ્વિનભાઈનો વિશ્વાસ કેળવી રૂ. ૩૦,૧૪,૦૯૫ની કિંમતનો માલ ખરીધ્યો હતો. માલના પૈસા ચૂકવવાને બદલે આરોપી વેપારીએ દુકાન બંધ કરી ભાગી ગયો હતો. પૂણા પોલીસે ફરિયાદ નોંધી તપાસી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY