આજે સવાર ગઈકાલ કરતા એક ડિગ્રી વધુ તાપમાન નોંધાયું
સુરત, તા. ૨૧
ગતરોજ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આજે પણ સવારથી ઉતતર દિશાથી ગરમ પવન ફૂંકાવાની સાથે બપોર ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સાંજ સુધી ૪૦ ડિગ્રી વટાવી જાય તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે અધિકત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને હવાનું દબાણ ૧૦૦૯ મીલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપેપવન ફૂંકાઈ રહો છે.
નવસારીમાં ગત રોજ ૩૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલસાડમાં ૩૭.૪ ડિગ્રી નોîધાયું હતું અને સુરતમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ તાપમાન યથાવત રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાંજ સુધી ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસ સુધી ગરમી યથાવત રહેશે તેવી શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



