સલાબતપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
29

સુરત, તા.૨૪
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૩ સલાબતપુરા, નોંધ નં.૮૯૭ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૨૨-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠો માળ મળી કુલ ૮૦૦ ચો.ફુટ ગર્ડર ચેનલ વાળો સ્લેબનું બાંધકામ દૂર કરવામાં આવેલ છે. મિલ્કતમાં ડીમોલીશન પેટે રૂ.૧,૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY