પુરૂષ ઉમેદવારો રોજગાર કચેરીમાં ફોર્મ ભરી શકશે
સુરત, તા.૨૪
ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે જે ઉમેદવારોએ રોજગાર કચેરી, સુરત ખાતે રૂબરૂ અથવા ઓનલાઈન ફોર્મ ભર્યા છે, તે તમામ ઉમેદવારો અને રોજગાર કચેરી. સુરત ખાતે નામ નોધણી ન કરાવી હોય તેવા ૧૭.૫ થી ૨૩ વર્ષની વય ધરાવતા પુરૂષ ઉમેદવારોએ (શૈક્ષણિક લાયકાતની તમામ પ્રમાણિત નકલ સાથે) પ્રાથમિક પસંદગી માટે તા.૨૯/૦૫/૨૦૧૯ના રોજ સવારે ૬.૩૦ કલાકે જિલ્લા પોલીસ ગ્રામ્ય વિભાગ હસ્તકના પોલીસ હેડક્વાટર્સ, મુ.ઘલુડી, તા.કામરેજ, જિ.સુરત ખાતે રૂબરૂ હાજર રહેવું. આ સ્થળે ઉમેદવારોની શારીરિક યોગ્યતાની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે માટે ઉમેદવારોએ શારીરિક કસોટી(દોડ)ને અનુરૂપ સ્પોર્ટસ શુઝ, ડ્રેસ સહિત આવવા નાયબ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




