લાલ વાવટા યુનિયનની સામાન્ય સભામાં શેણમારે ફરીથી ચૂંટાયા

0
8

અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ
સુરત, તા.૩
સુરત સુધરાઈ મઝદુર યુનિયન લાલ વાવટાની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા ગત તા.૩૦મી મેના રોજ લાલ વાવટા યુનિયન કચેરીમાં મળી હતી. સભાની શરૂઆતમાં સરથાણા તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગની દુર્ઘટનામાં આશાસ્પદ ૨૨ વિદ્યાર્થીઅોના અવસાન અંગે ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જે બાબતે સુરત મનપાના ભાજપ શાસકો તથા વહીવટી તંત્રની નિષ્ફળતા અંગે શખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ફાયર વિભાગમાં અપુરતા સાધનો તથા સ્ટાફના કારણે વહીવટી વડા તીરકે નિષ્ફળ નિવડેલા મ્યુનિ. કમિશનર એમ. થેન્નારાસન સંપૂર્ણપણે જવાબદાર છે. ગુજરાત સરકારે તાત્કાલિક ખસેડી ખાતાકીય પગલા ભરવા જાઈએ તેવી માંગ સભામાં ઉઠી હતી. સને ૨૦૧૯-૨૦ માટે યુનિયનના પ્રમુખ પદે એડવોકેટ વિજય શેણમારેને ફરીથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. યુનિયનના અન્ય હોદ્દેદારોમાં કાર્યકારી પ્રમુખ તરીકે જુમ્મનભાઈ મહંત, ઉપપ્રમુખ સર્વ ધીરજભાઈ સોલંકી, ચિમનલાલ સોલંકી, ભરતભાઈ ઓલપાડી, જનરલ સેક્રેટરી તરીકે મહેશભાઈ પટેલ, ખજાનચી તરીકે રમેશભાઈ રાઠોડ તથા અન્ય હોદ્દેદારો સહિત ૩૦ની કારોબારી સમિતિ ચૂંટી કાઢવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY