બરોડીયા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

0
7

સુરત, તા.૩

સુરત બરોડીયા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સુરત બરોડીયા સમાજ ટ્રસ્ટ દ્વારા ઈનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બરોડીયા સમાજની વાડી વેડ રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને આકર્ષણ જમાવ્યું હતું. સમાજના અગ્રણીઓએ પ્રસંગોચિત સંબોધન કરીને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY