કમળાના દર્દીઓની સેવા કરનાર ગૌરાંગ શાહ દંપતિનું સન્માન

0
10

ગૌરાંગ-સંધ્યાના લગ્નના ૨૫ વર્ષ પૂર્ણ થતા સ્નેહમિલન સમારંભ યોજાયો
સુરત, તા.૩
વિચાર ગોષ્ઠિ, દર રવિવારે મળસ્કે ફ્રી અપાતી કમળાની દવા, ભાલચંદ્ર કર્ણીક શિક્ષણ કેન્દ્ર દ્વારા ઉંડાણના આદિવાસી વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટ આપતી સંસ્થાના મૂક કાર્યકર્તા બી.એસ.એન. અધિકારી ગૌરાંગ શાહના લગ્ïનના ૨૫ વર્ષ પૂર્ણ થતાં લાલજી નગર હોલ, અડાજણ ખાતે શુભેચ્છા મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજેન્દ્ર કર્ણીક, ઈશ્વર સી. પટેલ, પ્રિ­. ઈશ્વરભાઈ એમ. પટેલ, ભગુભાઈ સોલંકી, નગીનભાઈ પટેલ એડવોકેટ, અનિલભાઈ દ્વિવેદી, રજનીભાઈ મોદી, મગનભાઈ સીંધવ, અમર લીંગમ, સી.ડી. પટેલ વગેરે અગ્રણીઓ હાજર રહી ગૌરાંગ સંધ્યાની જુગલ જોડી વર્ષોથી નિઃસ્વાર્થ સેવા દ્વરા ઘરને તીર્થ સમાન બનાવનાર અજાણ્યા માણસોની પણ દિન રાત સેવા કરનારા દંપતિની મુક્ત કંઠે પ્રશંસા કરી તંદુરસ્ત, આનંદમય પ્રસન્ન દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પૂ. સુવર્ણા બા, ચિ.પાર્થ તથા ચિ. પૂજાનું પણ બહુમાન થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY