સમિતિની સ્કૂલના ધો. ૮ વિદ્યાર્થીઓ ધો. ૯માં સુમન શાળામાં પ્રવેશ વંચિત

0
3

ધો. ૯ની પ્રવેશ સમસ્યા અંગે નગર પ્રાથમિક શાળા સમિતિ સક્રિય
સુરત, તા. ૭
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કરી ધો. ૯માં પ્રવેશ કરનારા સખ્યાબંધ વિદ્યાર્થીએ પ્રવેશથી વંચિત રહી જતાં આજે નવદુર્ગા મહિલા મંડળે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી આ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટેની માગ કરી હતી.
પ્રવેશથી વંચિત રહેનાર બાળકો ગરીબ છે જેથી સુમન હાઈસ્કૂલ અથવા અનુદાનિત શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માગ કરાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, શાળા સમિતિના ધો. ૮ પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને સુમન હાઈસ્કૂલ અને ગ્રાન્ટેડ શાળા પ્રવેશ મળી જાય એ માટે મનપા કમિશનર, મેયર અને ડીઈઓ કચેરી જોડે ચર્ચા કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY