સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે વધુ ૫૨ ઈમારતોના સ્ટ્રકચરો તોડી પડાયા

0
9

શહેરમાં જોખમી ડોમ સ્ટ્રક્ચર તોડી પડવાની કામગીરી યથાવત
સુરત, તા. ૭
પતરાના શેડ ડોમ સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી આજે પણ શહેરના વિવિધ ઝોનમાં ચાલી રહી છે આજે ૨૩ ટીમો દ્વારા ૫૨ સ્થળો ઉપર ડોમ સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી ચાલી રહી છે.
મનપા કમિશનરના આદેશ મુજબ રાજ્ય સરકારે ડોમ સ્ટ્રક્ચર તોડવા માટેની નવી પોલિસી અંતર્ગત જે ડોમ ખેરખર ભયજનક હોય તેને અગ્રીમતા આપીને ડીમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. બીજા તબકકામાં ઈમ્પેક્ટ ફી મંજુર થઈ ગયા બદ ગેરકાયદે ડોમ બનાવ્યા હોય તેનું ડીમોલિશન થઈ રહયું છે. અને ત્રીજા તબક્કામાં જે ખરેખર ગેરકાયદે હોય તેવા શેડ તોડવાની સાથે ફાયર સેફટી નોટિસનું પાલન કરવા માટે પાલિકા દ્વારા સખ્તાઈ કરવામાં આવી રહી છે. આજે વિવિધ આઠ ઝોનમાં સવારથી જ ૨૩ ટીમો દ્વારા ૫૨ સ્થળો પર તોડફોડ ચાલી રહી છે. અઠવા ઝોનમાં ૫ સ્થળો પર ઉધના ઝોનમાં ૪ સ્થળો પર રાંદેર ઝોનમાં ૧૭ સ્થળો પર વરાછા બી ઝોનમાં ૨ સ્થળો પર સેન્ટ્રલ ઝોનમાં ૩ સ્થળો પર ડીમોલિશન થઈ રહ્નાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY