ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ પર પાઈપ તૂટતા પાણીનો બગાડ

0
4

અછતની સ્થિતિમાં ત્રણ દિવસથી પાણીનો વ્યય
સુરત, તા. ૭

સુરત શહેરમાં તોળાઇ રહેલા જળસંકટની સ્થિતિ વચ્ચે કોઝવે ની સપાટી ઘટના ઉપરવાસમાં વરસાદ નહીં આવે તો ત્રણથી પાંચ ટકા સુધી શહેરમાં પાણીનો કાપ મુકવાનો સ્થાયી સમિતિએ નિર્ણય લેવાની સાથે લોકોને કરકસરયુક્ત રીતે પાણીનો ઉપયોગ કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે બીજી તરફ સુરત-નવસારી માર્ગ પર ભેસ્તાન રેલવે સ્ટેશન રોડ પર ત્રણ રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વ્યય થઈ રહ્યો છે છતાં મનપાના હાઇડ્રોલિક વિભાગને પાણીનો વ્યય અટકાવવા કોઇ જ કામગીરી શરૂ કરી નથી
કાળઝાળ ગરમીનામાહોલ વચ્ચે શહેરીજનોની પાણીના જથ્થાની માંગમાં વધારો થયો છે હવે વેકેશન પણ સમાપ્ત થવા ના આરે છે વતન ગયેલા પરિવારોનું સુરતમાં આગમન શરૂ થઇ ચૂક્યું છે પાણીની માગમાં વધારો થવાની શક્યતા છે.બીજી તરફ સુરત શહેરની ૫૫ લાખની વસતિ માટે પીવાના પાણીના સ્ત્રોત સમાન ઉકાઈ ડેમમાં સાડા ત્રણ ટકા પાણીનો જથ્થો મળ્યો છે ત્યારે શહેરમાં તોળાઇ રહેલા જળસંકટ ની સ્થિતિ વચ્ચે વિયર કમ કોઝવે ની સપાટી ઘટતા વધુ પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે અને કોઝવે ની સપાટી ૪.૯૦થી ૫ મીટર સુધી મેન્ટેન કરવાના મનપાના પ્રયાસો છે વર્ષો બાદ પહેલીવાર ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો થઈ જતાં સુરત ઉપર જળસંકટની સ્થિતિ તોળાઈ રહી છે. ત્યારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન રોડ ત્રણ રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈન તૂટી જતા શુધ્ધ પાણીનો વ્યય થઈ રહ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેન ને હાઇડ્રોલિક વિભાગ ના અધિકારીઓની સાથે બેઠક પણ યોજી હતી અને આગામી ૧૫મી જૂન સુધીમાં ઉપરવાસમાં વરસાદ ના આવે તો ત્રણથી પાંચ ટકા પાણીના જથ્થાનો કાપ મૂકવાની સાથે લોકોને કરકસરયુક્ત રીતે પાણીના ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ મનપાનું હાઇડ્રોલિક વિભાગ કયા પાણીનો વ્યય થઈ રહ્યો છે એવા સ્થળે પાણીના લીકેજ શોધવાની કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યું છે . ભેસ્તાન રેલ્વે સ્ટેશન રોડ
આભાર – નિહારીકા રવિયા ત્રણ રસ્તા પાસે ત્રણ દિવસથી રીતસર પાણીના લીકેજ ના કારણે નદી વહેતી હોય એટલું પાણી નો વ્યય થઈ રહ્યો છે.મનપાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓને આ લીકેજ બાબતની જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ લીકેજ બંધ કરવાના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી એક તરફ મનપા ના અધિકારીઓ પાણીનો કરકસર યુક્ત નો ઉપયોગ કરવાની શહેરીજનોને સુફિયાણી સલાહો આપી રહ્યા છે પરંતુ પાણીનો વ્યય થતો અટકાવવામાં આવતો નથી તેના ઉપર શહેરીજનો પણ સવાલો ઉભા કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY