સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ એસો.નો વાર્ષિક સમારંભ યોજાયો
સુરત, તા.૬
તાજેતરમાં જ યોજાયેલ સપોર્ટસ જર્નાલીસ્ટ એસોસિએશન અોફ મુંબઈના વાર્ષિક સમારંભ દરમિયાન પીઢ અનુભવી વરિષ્ઠ સ્પોર્ટસ જર્નાલીસ્ટ દાદાભાઈ પોચખાનાવાલાને વર્ષના શ્રેષ્ઠ ત્રણ શ્રેષ્ઠ સ્પોર્ટસ જર્નાલીસ્ટોમાના એક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અન્ય બે એવોર્ડ વિજેતા સ્પોર્ટસ જર્નાલીસ્ટોમાં હેમેન્દ્ર વ્યાસ અને શિવરામ સોનવાડેકરનો સમાવેશ થાય છે.
સ્પોર્ટસ જર્નાલીસ્ટ એસો. અોફ મુંબઈના સેક્રેટરી પ્રશાંત કેનીના જણાવ્યા મુજબ મુંબઈની ક્રિકેટ ક્લબ અોફ ઈન્ડિયાના સી.કે. નાયડુ હોલ ખાતે યોજાયેલા વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ દરમ્યાન વર્ષના શ્રેષ્ઠ યુવક ખેલાડી તેમજ શ્રેષ્ઠ યુવતી ખેલાડી અને શ્રેષ્ઠ દેખાવ કરનારી સ્કૂલને પણ એવોર્ડ એનાયત થયા હતા.
દાદાભાઈ પોચખાનાવાલાએ આ સાથે જ સ્પોર્ટસ જર્નાલીસ્ટ અંગેનો ત્રીજા એવોર્ડ જીત્યો હતો. આ પૂર્વે તેઅો નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન અમદાવાદનો સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ તથા સુરત ખાતે સી.કે. પીઠાવાલા શ્રેષ્ઠ સ્પોર્ટસ જર્નાલીસ્ટ એવોર્ડ જતી ચૂક્યા છે. મુંબઈ ખાતેના સમારંભમાં આદીલ સુમારીવાલા પૂર્વ આંતરરાષ્ટ્રીય એથલીટ અને હાલમાં એથલેટીક્સ ફેડરેશન અોફ ઈન્ડિયા પ્રમુખ એમ.એમ. સોમૈયા ભારતીય હોકી ટીમના પૂર્વ અોલિમ્પિયન, યાસીન મર્ચન્ટ સ્નુકરમાં સર્વપ્રથમ પ્રોફેશનલ ભારતીય ખેલાડી અને પદમાકર શિવાલકર મુંબઈના મહાન પૂર્વ ડાબોડી સ્પિનરના વરદ હસ્તે ટ્રોફી તથા સર્ટીફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




